Home >
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની કોમ્પેક્ટ SUV XUV 3XOનું બૂકિંગ 15 મેના રોજ સવારે 10 વાગ્યે શરૂ કર્યું તેની 10 મિનિટમાં જ 27,000 ઑર્ડર મળી ગયા હતા.
TVS મોટરે તેના ઈલેક્ટ્રિક વ્હિકલ TVS iQubeનું નવું વેરિયન્ટ લૉન્ચ કર્યું છે. તેની બેટરી સાઈઝ 2.2 kWh છે અને ટોપ-સ્પીડ 75 kmph છે.
તાજેતરમાં, ગ્લોબલ NCAP એ Kia Motorsની Carens MPV, Honda Carsની Amaze sedan અને Mahindra & Mahindra ની કોમ્પેક્ટ SUV બોલેરો નિયોનું ક્રેશ ટેસ્ટિંગ કરીને તેનું રેટિંગ આપ્યું છે.
જર્મનીની કાર કંપની ઓડીએ જૂન મહિનાથી કિંમતમાં 2 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે.
Maruti Suzukiએ 10 એપ્રિલની અસરથી તેની Swift અને Grand Vitaraની કિંમતમાં Rs 25,000 સુધીનો વધારો લાગુ કર્યો છે.
મુકેશ અંબાણી અમેરિકાની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના માલિક ઈલોન મસ્ક સાથે હાથ મિલાવે તેવી શક્યતા છે. ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માંગે છે અને તેના માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોઈન્ટ વેન્ચર કરે તેવી શક્યતા છે.
નાણાકીય વર્ષ 2023-24માં ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલરનું વેચાણ 56% વધ્યું હતું જ્યારે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સના વેચાણમાં 30% વૃદ્ધિ નોંધાઈ હતી.
Jawa Yezdi Motorcyclesએ તેની Bobber રેન્જની પ્રોડક્ટ્સમાં ફેરફાર કરીને નવી કિંમત સાથે બજારમાં મૂકી છે. આ ઉપરાંત, Perak રેન્જ પણ નવી કિંમત સાથે બજારમાં મૂકી છે.
દેશમાં ઈલેક્ટ્રિક કારનું વેચાણે હજુ પણ જોઇએ તેવી સ્પીડ પકડી નથી.... તમે આ વાતનો અંદાજો તે હકીકતથી લગાવી શકો છો કે ફેબ્રુઆરી 2024માં ઈલેક્ટ્રિક કારનું વેચાણ 5 મહિનાના નીચા સ્તરે આવી ગયું હતું, આની સામે 2023માં 90 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી હતી ... આ આંકડાઓ જોતા, એવું લાગે છે કે ભારતને ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ સ્વિચ કરવામાં લાંબો સમય લાગશે. .... તો શા માટે ઈલેક્ટ્રિક કારનું વેચાણ ધીમું પડી રહ્યું છે? વેચાણ વધારવા માટે સરકાર અને કંપનીઓ શું પગલાં લઈ રહી છે? આ ક્ષેત્રમાં રોકાણની વ્યૂહરચના કેવી રીતે તૈયાર કરવી જોઈએ? ચાલો સમજીએ